દેશ-વિદેશ
News of Monday, 15th November 2021

આ વિશ્વનો સૌથી છેલ્લો રસ્તો હોવાનું માલુમ પડી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી   : E-69 વિશ્વનો છેલ્લો રસ્તો (Last Road on Earth) માનવામાં આવે છે. આ રસ્તાની સામે બીજો કોઈ રસ્તો નથી. તેની સામે માત્ર બરફ જ દેખાય છે અને દરિયો જ દેખાય છે. તો ચાલો આજે તમને જણાવીએ દુનિયાના છેલ્લા રસ્તા (World Last Road) વિશે. પૃથ્વીનું સૌથી દૂરનું બિંદુ ઉત્તર ધ્રુવ (North Pole Mystery) છે. અહીં પૃથ્વીની ધરી (Axis of Earth) ફરે છે. E-69ની લંબાઈ લગભગ 14 કિલોમીટર છે. આ હાઇવે પર એકલા ચાલવા અથવા એકલા ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ છે. આ રસ્તા પર જવા માટે તમારે કેટલાક લોકોને સાથે લાવવા પડશે. આ પછી જ તમને આ રસ્તા પર જવા દેવામાં આવશે. ખરેખર કેટલાય કિલોમીટર સુધી ચારે બાજુ બરફની ચાદર છવાયેલી હોવાથી અહીં ખોવાઈ જવાનો ભય છે. એટલા માટે આ રસ્તા પર કોઈ પણ વ્યક્તિને એકલા જવાની મંજૂરી નથી.

(6:02 pm IST)