દેશ-વિદેશ
News of Monday, 15th November 2021

કાર-એકિસડન્ટ પછી આ ભાઈની યાદશકિત માત્ર ૬ કલાકની જ છે

લંડન, તા.૧૫: 'ગઝની' ફિલ્મ તો બધાને યાદ જ હશે, જેમાં ફિલ્મના હીરોની યાદદાશ્ત ૧૫ મિનિટે જતી રહે છે. જોકે આ વાતને તો કાલ્પનિક માની બધાએ હસવામાં જ લીધી હશે કે સાચે આવું કાંઈ થતું હશે, પણ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક ડોકયુમેન્ટરી દ્વારા જાણવા મળ્યું છે કે ડેનિયલ શ્મિટ નામના એક ભાઈનો લગભગ ૬ વર્ષ પહેલાં કાર-અકસ્માત થયો હતો. ડેનિયલ તેના પરિવાર સાથે તેની બહેનના દ્યરે જઈ રહ્યો હતો ત્યારે રોડ પરનો ટ્રાફિક જામ ડ્રાઇવરને જ દેખાતાં તેણે ૮૦ મીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ગાડીને આગળની કાર સાથે ટકરાવી દીધી. કોઈને વધુ ઈજા પહોંચી નહોતી, પરંતુ ડેનિયલને એરલિફ્ટ કરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી ત્યારે ધ્યાનમાં આવ્યું કે તે કોઈ પણ વાત માત્ર ૬ કલાક સુધી જ યાદ રાખી શકે છે. તેની આ સમસ્યાની સીધી અસર તેના સંબંધો પર પડી છે. ડોકટર્સનું કહેવું છે કે તેને લેવલ-૩ ટીબીઆઇ છે. હાલમાં તેઓ તેને ફિઝિયોથેરપી અને સ્પીચ થેરપી આપી રહ્યાંછે જેથી તે સામાન્ય જીવન જીવી શકે.

ડેનિયલનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે, તેના મિત્રોનો સાથ પણ છૂટી ગયો છે. તેણે તેની ભૂતપૂર્વ પાર્ટનર કેથેરિનાને પણ પોતાની હાલત જણાવીને દર બે કે ત્રણ દિવસે તેને મળતાં રહેવાનું જણાવ્યું છે અને તેમને એક દીકરો પણ છે.

પણ તેને એ વિશે પણ યાદ રહેતું નથી. જોકે પોતાની આવી સ્થિતિ છતાં ડેનિયલે તેનું જીવન તેના જેવી જ બીમારી ધરાવતા લોકોની સેવા કરવામાં વિતાવવાનો નિર્ણય લીધો છે.

(2:50 pm IST)