દેશ-વિદેશ
News of Friday, 15th November 2019

પાળતુ વાંદરાએ મોબાઇલ પરથી ગ્રોસરી ઓર્ડર કરી દીધી

બીજીંગ,તા.૧૫: ચાંગઝોઉ પ્રાંતના યાનચેન્ગ વાઇલ્ડ એનિમલ વર્લ્ડમાં કામ કરતી મેન્ગ મેન્ગ નામની યુવતીએ એક વાંદરો પાળ્યો હતો. એક દિવસ અચાનક તેના મોબાઇલ પર એક ઓર્ડર ફ્લેશ થયો. તેને નવાઈ લાગી કે જે ઓર્ડર હજી તેણે આપવાનો બાકી છે એ ઓનલાઇન શોપિંગનો ઓર્ડર અપાઈ કઈ રીતે ગયો? મેન્ગ મેન્ગે રુટિન દ્યરની ચીજો અને ગ્રોસરી માટેની ચીજો પસંદ કરી રાખેલી, પરંતુ હજી ઓર્ડર નહોતો આપ્યો, પણ તેની ગેરહાજરીમાં કોણે ઓર્ડર પ્લેસ કર્યો એ શોધવું જરૂરી હતી. તેને ચેન ન પડતાં સીસીટીવી ફુટેજ ફંફોસ્યું અને મામલો સમજાઈ ગયો. તે ઓર્ડર કરી રહી હતી અને એ દરમ્યાન પાળતુ વાંદરો ભૂખ્યો થયો હોવાથી તે કિચનમાં ખાવાનું બનાવવા જતી રહેલી.

એ દરમ્યાન વાંદરાભાઈએ મોબાઇલ હાથમાં લીધો અને ચાર-પાંચ બટનો આમતેમ દબાવીને ઓર્ડર પ્લેસ કરી દીધેલો. એટલું સારું હતું કે મેન્ગ જે ચીજો ખરીદવા માગતી હતી એ જ ચીજોનો ઓર્ડર ગયેલો.

(3:44 pm IST)