દેશ-વિદેશ
News of Friday, 15th November 2019

લકઝરી ગેજેટ-મેકરે એપલના સોને મઢેલા એરપોડ્સ બહાર પાડયા કિંમત છે ૪૮.૮૧ લાખ રૂપિયા

મોસ્કો,તા.૧૫: લકઝરી સ્માટવોચ અને એકસેસરીઝ બનાવતી રશિયાની એક કંપની કેવિયરે એપલના એરપોડૂસ સોનેથી મઢ્યાં છે. ૧૮ કરેટના સોનાથી જડેલાં એરપોડ્સની કિંમત છે ૬૭,૭૯૦ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૪૮.૮૧ લાખ રૂપિયા. આમેય સાદા એરપોડ્સ પણ કંઈ સસ્તા નથી, પરંતુ એને સોને મઢ્યા પછીનો ભાવ તો આસમાની છે. અત્યારે તો કંપનીએ એવી એક જ જોડ બનાવી છે. એને મૂકવાનું કેસ પણ સોનાથી મહેલું છે.

(3:28 pm IST)