News of Thursday, 14th November 2019
રશિયાની કોલેજમાં ગોળીબારીની ઘટનામાં એકનું મૃત્યુ: ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: રશિયામાં અમરું ઓબ્લાસ્ટના બ્લૉગોવેસનેનસ્ક શહેરના એક કોલેજમાં થયેલ વિસ્ફોટની ઘટનામાં એક શખ્સના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમજ અન્ય બે કિશોર સહીત ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(6:29 pm IST)