દેશ-વિદેશ
News of Tuesday, 15th October 2019

નશા મુક્તિના નામે અભદ્ર ખેલ: નાઈજિરિયામાંથી 300 બાળકોને છોડાવવામાં આવ્યા

નવી દિલ્હી: નાઈજિરીયાની એક શાળામાં નશાથી મુક્તિ અપાવવા માટે શિક્ષા આપવામાં આવે છે પરંતુ પોલીસ અધિકારીઓને મળેલ માહિતી મુજબ ઇસ્લામિક બોર્ડિંગ શાળામાં બાળકોની સાથે અમાનવીય  વર્તન કરવામાં આવે છે આ વાતની જાણ થતા પોલીસે ત્યાં દરોડા પાડ્યા અને 300થી વધારે બાળકોને ચેનથી બાંધેલ હાલતમાં તેમજ અભદ્ર વર્તન કરતી પરિસ્થિતિમાંથી બચાવી લીધા છે આ મહિનામાં આ પ્રકારનું પોલીસે બીજું ઓપરેશન હાથ ધર્યું અને નાઈજિરિયામાંથી 300 બાળકોને મુક્ત કરાવ્યા।

       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અહીંયા કેદ કરવામાં આવેલ બાળકો સાથે બીભત્સ વર્તન કરવામાં આવતું તેમજ તેમને શારીરિક માર પણ મારવામાં આવતો હતો  આ પ્રકારની પીડાથી પીડિત 300 બાળકોને પોલીસે આ નરાધમોની ચુંગાલમાંથી બચાવી  લીધા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:44 pm IST)