દેશ-વિદેશ
News of Tuesday, 15th October 2019

૨.૫ કિલોના એક અવાકાડોએ તોડયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ

હવાઈના કુલા શહેરમાં રહેતા માર્ક અને જુલિઆન પોકિની નામના યુગલે દસ વર્ષ પહેલાં તેમના ઘરના આંગણામાં અવાકાડોનું એક વૃક્ષ રોપ્યું હતું. આ વૃક્ષ પર થોડાક દિવસ પહેલાં તેમને એટલું જાયન્ટ ફળ જોવા મળ્યું કે તેમને પહેલાં તો તોડવાનું જ મન ન થયું. ત્યાર બાદ તેમણે એ ફળ માપી જોયું અને વજન કર્યું તો પૂરા અઢી કિલોનું એક ફળ હતું. શું આ રેકોર્ડબ્રેક ફળ હશે? એ વિચારે તેમને ગિનેસ વર્લ્ડ રેકોર્ફ્સનો સંપર્ક કરવા પ્રેર્યા. એ પછી તો લગાતાર તેમના આ ફળની તપાસ થઈ અને આખરે એને ગિનેસ દ્વારા જાયન્ટ અવાકાડો ઉગાડવાનો ખિતાબ મળી પણ ગયો. આ ફળ એટલું જાયન્ટ છે કે એની અંદરથી નીકળતો ઠળિયો સાદા અવાકાડો ફળ જેવડો છે.

(3:18 pm IST)