દેશ-વિદેશ
News of Tuesday, 15th October 2019

બોલો, પોતાના જ ડોગી જેવા દેખાવાની સ્પર્ધા યોજાઇ છે

વિદેશોમાં પાળેલા ડોગીઝના બહુ રાજાશાહી ઠાઠ હોય છે. જોકે હાલમાં બ્રિટનમાં એક અનોખી સ્પર્ધાનું આયોજન થયું છે. એમાં ડોગી પાળનારા માલિકોએ તેમના પોતાના ડોગી જેવો લુક બનાવીને તસવીરો ખેંચવાની છે. મતલબ કે તમારા ડોગીના લુક-અલાઇક બનવાનું. નવાઈની વાત એ છે કે લોકો એ માટે પોતાના ડોગી જેવા વાળની ડાઇ કરાવી, ચહેરા પરના એકસપ્રેશન્સ મેચ કરાવી તેમ જ ડોંગીની ફેવરિટ સ્ટાઇલમાં તેની સાથે પોઝ આપીને તસવીગે ખેંચાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આયોજકોએ ૫૦ લુકઅલાઇકની તસવીરો શોટલિસ્ટ કરી છે. જે વ્યકિત જીતશે તેને લગભગ ૪૫,૦૦૦ રૂપિયાનું હોલિડે વાઉચર મળશે.

(3:18 pm IST)