દેશ-વિદેશ
News of Monday, 15th October 2018

ધાર્મિક એકતાને પ્રોત્સાહિત કરવા ચીનના નેતા શિજિઆંગની મુલાકાતે

નવી દિલ્હી:- દેશમાં ધાર્મિક એકતાને પ્રોત્સાહન આપવા માટે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના નેતા દેશના ઉત્તર-પશ્ચિમના દૂરના પ્રદેશ શિંજિઆંગની મુલાકાત દરમિયાન લાખો મુસ્લિમ લોકોને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, ધાર્મિક એકતાને પ્રોત્સાહન આપવા માટે સાંપ્રદાયિક સંવેદનાને યથાવત રાખવી જોઈએ.ચીનમાં બિન ચીની વિચારો અને સંસ્થાઓ પર ચીનનો પ્રભાવ વધારવા અને બહુસંખ્યક હાન સમુદાયની સંસ્કૃતિને વ્યાપક રુપે પરિભાષિત કરવામાં આવી શકે છે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે વર્ષ 2012માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનનું નેતૃત્વ સંભાળ્યા બાદ આ અંગે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમનું ફોકસ ઈસ્લામ ધર્મ પર હતું. અને હાલ ચીનમાં ઈસાઈ ધર્મ ઝડપથી પ્રસરી રહ્યો છે.

ચીનના જિજિયાંગ ક્ષેત્રની મુલકાત દરમિયાન ચીની નેતા યૂ ક્વાને કહ્યું કે, જાતિય એકતા અને ધાર્મિક સદભાવને પ્રોત્સાહન આપવા ધાર્મિક સૌહાર્દનું પાલન કરવું જોઈએ.

 

(4:50 pm IST)