દેશ-વિદેશ
News of Monday, 15th October 2018

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા

એ વાત તો બધા જાણે  છે કે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી સ્વાસ્થ્યને  ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો  છો કે, તાંબાના વાસણમાં રાખેલ પાણી  પીવાથી તમારા સૌંદર્યમાં પણ ઘણા ફાયદા થઇ શકે છે.

. જો તમે તમારી ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા ઇચ્છો, તો નિયમીત તાંબાના વાસણમાં રાખેલ પાણી  પીવું. તાંબુ ત્વચામાં નવી કોશીકાઓના નિર્માણમાં મદદ કરે છે. દરરોજ તેનું પાણી પીવાથી ત્વચા સાફ થવા લાગશે અને તમને સુંદર અને ચમકદાર ત્વચા મળશે.

. કરચલી અને દાઝની સમસ્યા દુર કરવા માટે તાંબાના વાસણમાં રાખેલ  પાણી પીવુ ફાયદાકારક છે. દરરોજ તેનું પાણી પીવાથી એજીંગની સમસ્યા થતી નથી.  

. ખીલ અને ફોલ્લીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાંબાના વાસણમાં પાણી અને તુલસી નાખો. વહેલી સવારે  ખાલી પેટે આ પાણીનું સેવન કરો. તેનાથી થોડા જ દિવસોમાં ખીલની સમસ્યાથી છુટકારો મળી જશે.

. ગ્લોઇંગ ત્વચા માટે દરરોજ વહેલી સવારે તાંબાના વાસણમાં રાખેલ પાણી ખાલી પેટે પીવુ. નિયમીત આવુ કરવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ દુર થઈ જશે અને ત્વચામાં નિખાર આવશે.

(9:48 am IST)