દેશ-વિદેશ
News of Wednesday, 15th September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો એક મહિનો થયો પૂર્ણ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા ઉપર આવ્યાને એક મહિનો પૂરો થઈ ગયો છે. યુએસએ સમર્થિત અફઘાન સરકારના પતન અને રાષ્ટ્રપતિ અશરફ ગનીની વિદાય બાદ તાલિબાને 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનો કબજો મેળવ્યો હતો. દેશમાં તાલિબાન શાસનના ડરથી હજારો લોકોએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન છોડી દીધુ છે. દરમિયાન દુનિયાએ વિવિધ માધ્યમો થકી કાબુલ એરપોર્ટનું દ્રશ્ય પણ જોયું, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથીયુએસ એરફોર્સના વિમાનમાં લટકીને દેશ છોડવાનો પ્રયાસ કરતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. 15 ઓગસ્ટતાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની ગતિએ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોને આશ્ચર્યચકિત કર્યા હતા. કાબુલ એરપોર્ટ પર વિદેશીઓ અને અફઘાનનિસ્તાનીઓ દેશ છોડવા માટે અંધાધૂંધી હતી. દરમિયાન આત્મધાતી હુમલો થતા ઘણા લોકોના મોત પણ થયા હતા. 17 ઓગસ્ટઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા લઈ જવા પર મૌન તોડ્યું. કાબુલ એરપોર્ટની ભયાનક સ્થિતિને કારણે સમગ્ર વિશ્વમાં વોશિંગ્ટન સામે પણ આક્ષેપો થયા.

(4:59 pm IST)