દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

ઇઝરાયેલ સૈનિક સાથે હાથાપાઈમાં 3 ફિલીસ્તીની નાગરિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: વિવાદિત ગાઝા પટ્ટીની સીમા નજીક શુક્રવારના રોજ ફિલીસ્તીની નાગરિકોના વિરોધ પ્રદર્શન પર ઇઝરાયલી સૈનિકોએ ગોળીબારીની ઘટનામાં ત્રણ ફિલીસ્તીનીને મોતને ઘાટ ઉતાર્યા છે તેમજ ઓછામાં ઓછા 30 અન્ય લોકોને ઇજા પહોંચી છે ફિલીસ્તીની મેડિકલ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમ્યાન ઇઝરાયલી સૈનિકોએ ગોળીબારી કરી અને આ ઘટનામાં ફિલીસ્તીની નાગરિકોના મોત નિપજ્યા છે.

(6:36 pm IST)