દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

બાળકોને આવી રીતે મોબાઇલથી દૂર રાખો

આજકાલ મોટાભાગના  ઘરોમા માં-બાપ બન્ને કામ કરતા હોય છેે. ત્યારે માતા-પિતા પોતાના બાળકો માટે વધારે  સમય ફાળવી શકતા નથી. પોતાના ફ્રી ટાઇમને પસાર કરવા માટે નાના  બાળકો મોબાઇલ ફોનની આદતનો  શિકાર બની જાય છે. ત્યારે  માતા-પિતાની જવાબદારી બને છે  કે, બાળકોને  મોબાઇલ ફોનથી દૂર  રાખવા. કારણ કે સતત મોબાઇલ ફોન સાથે સંપર્કમાં રહેવાના કારણે બાળકોનો શારીરિક વિકાસ અટકી  જાય  છે. બાહ્ય ગતિવિધિઓથી પણ બાળકો દુર રહે છે.  તેના  માટે અનેક જરૂરી વાતોને અનુસરો.

. બાળકોને સ્માર્ટફોન ન ખરીદી દેવો જોઈએ. તેના બદલે નાનો મોબાઇલ ફોન આપો જેમાં માત્ર વાતચીત કરી શકાય.

. બાળકને લેપટોપનો પણ વધારે ઉપયોગ ન કરવા  દેવો જોઈએ.  જરૂરી કામ હોય તો તમે પણ તેની સાથે બેસો. જેથી તમે જોઇ શકો કે તેઓ શું કરી રહ્યા છે.

. ફોનમાં તે કયારે શું કરી રહ્યા છે, તેના પર નજર રાખો. કયારેય કાંઇ આપતીજનક દેખાય તો તરત બાળકને ઠપકો આપવો.

. જો બાળક ફોનની જીદ કરે, તો સમજી જવું કે તેને મોબાઇલની આદત પડી  ગઇ  છે.  એવામાં તેને મોબાઇલ ફોન આપવાની ભૂલ ન કરવી.

. મોબાઇલ ફોન આપવાના બદલે તમે  તેની સાથે સમય પસાર કરો. તેનાથી તમે તેની બધી ગતિવિધિઓ પર નજર રાખી શકશોે. તમારો સાથ તેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. 

(12:14 pm IST)