દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

આ દેશમાં ૨૫ લાખમાં મળે છે એક કપ કોફીઃ ૧ KG ચિકનનો ભાવ છે ૪૮ લાખ'

૧કિલો ટમેટાનો ભાવ ૫૦ લાખ ચુકવવા પડે : વેનેજુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ વર્ષ ૨૦૧૬માં નોટબંધી કરી હતી

વેનેઝુઓલા, તા.૧૫: દક્ષિણ અમેરિકામાં આવેલો વેનેઝુએલા છેલ્લા દ્યણાં વર્ષોથી મંદીની ઝપટમાં છે. આર્થિક સંકટને કારણે મોંઘવારી દર એ હદે વધી ગયો છે કે લોકો ખાવાનો સામાન ખરીદવા પણ ઝઝુમી રહ્યાં છે. મોંદ્યવારી દર ૧૦ લાખ ટકા સુધી પહોંચી ગયો હોવાનો અનુમાન છે. વેનેઝુએલામાં ગત કેટલાંક દિવસોમાં સામાનનો ભાવ બમણો થઇ ગયો છે જેને કારણે મોટી નોટની ડિમાન્‍ડ વધી ગઇ છે. અહીં સુધી કે બેંકનાં ગ્રાહકો પર એકાઉન્‍ટમાંથી પૈસા કાઢવાની લિમિટ પણ નક્કી કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ વર્ષ ૨૦૧૬માં નોટબંધી કરી હતી. ભારતનાં ચલણને રૂપિયો કહેવાય છે તેમ અહીંનું ચલણ બોલિવાર' કહેવાય છે તે સમયે તેનું નામ બદલીને સોવરેન બોલિવાર' કરી દેવામાં આવ્‍યુ છે. સરકારે ત્‍યાં એક સપ્‍ટેમ્‍બરથી ન્‍યૂનતમ પરિશ્રમિકમાં ૩૪ ગણો વધારો કરવાની જાહેરાત કરી છે. અહીંનાં લોકો ધીમે ધીમે આસપાસનાં દેશમાં પલાયન થઇ રહ્યાં છે.

અહીં લોકોને એક કિલો ટામેટાં ખરીદવા હોય તો ૫૦ લાખ બોલીવર ચુકવવા પડે છે.

૧.૨ કિલો ચિકનનો ભાવ ૭૩ લાખ એટલે કે ૧ કિલોનો ભાવ આશરે ૪૮ લાખ બોલીવર છે. કહેવાય કે ચિકન ખરીદવું હોય તો પૈસો બોરીમાં ભરીને લઇ જવો પડે છે. ૧.૨ કિલો ચિકનનો ભાવ ૭૩ લાખ એટલે કે ૧ કિલોનો ભાવ આશરે ૪૮ લાખ બોલીવર છે. કહેવાય કે ચિકન ખરીદવું હોય તો પૈસો બોરીમાં ભરીને લઇ જવો પડે છે.

વેનેઝુએલાની રાજધાની કરાકસનાં એક કૈફેમાં ગત મહિને એક કોફીની પ્‍યાલીનો ભાવ ૨૫ લાખ બોલિવર હતો.. ટોયલેટ રોલ માટે અહીનાં લોકોએ ૨૬ લાખ બોલિવર ચુકવવા પડે છે. ૮-૧૦ ગાજર માર્કેટમાં ૩૦ લાખ બોલિવરમાં મળી રહ્યાં છે. ૮-૧૦ ગાજર માર્કેટમાં ૩૦ લાખ બોલિવરમાં મળી રહ્યાં છે.ચોખાનાં એક કિલોનાં પેકેટનો ભાવ ૨૫ લાખ બોલિવર છે. ચોખાનાં એક કિલોનાં પેકેટનો ભાવ ૨૫ લાખ બોલિવર છે. એક કિલો પનીર ખરીદવા માટે ૭૫ લાખ બોલિવર ચુકવવા પડે છે.

(12:06 pm IST)