દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાએ મચાવ્યો કહેર: ન્યુસ નદીના સ્તરમાં 11 ફૂટનો વધારો

 

અમેરિકામાં ગુરુવારે 144 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા ફ્લોરેન્સ વાવાઝોડાએ તબાહી મચાવી છે. અહીની ન્યૂસ નદીનું સ્તર 11 ફૂટ વધી ગયુ છે, તો બીજી બાજૂ નોર્થ કેરોલિનામાં જેક્સનવિલે મોટેલ ધરાશાયી થતા અંદર ફસાયેલા 60 લોકોને બચાવાયા હતા. વાવાઝોડાના કારણે 4 લાખ 15 હજાર મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરઠો ઠપ થઈ ગયો છે. સમુદ્રમાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

(10:34 pm IST)