દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

બાળકે ઊંઘમાં કંઈક કર્યું આવું વિડીયો થયો વાયરલ

નવી દિલ્હી:કહેવાય છે કે ઊંઘ ખુબ જ પ્યારી વસ્તુ છે. જ્યારે કોઈને તમે કાચી ઊંઘમાંથી જગાડો તો તેને બિલકુલ નહીં ગમે. ઊંઘનો આવો જ એક વીડિયો ફેસબુક પર વાઈરલ થઈ રહ્યો છે. ફિલિપાઈન્સની એક શાળામાં આ વીડિયોમાં નાનો બાળક શાળાના ડેસ્ક પર સૂતેલો જોવા મળી રહ્યો છે. ક્લાસ પૂરોત થતા ટીચરે જ્યારે બાળકને જગાડ્યો તો તે હડબડીમાં પોતાની શાળાની બેગ લઈને જવાની જગ્યાએ ખુરશીને પોતાના ખભે રાખીને જવા લાગ્યો. એટલું જ નહીં તે ખુરશી લઈને ક્લાસની બહાર પણ જતો રહ્યો.

આ સમગ્ર ઘટના જોઈને ક્લાસમાં હાજર ટીચર પણ હસી પડ્યાં. તેણે બાળકનો વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કરી દીધો. આ વીડિયો ફેસબુક પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 કરોડ લોકોએ જોયો છે. લગભગ 29000 લોકોએ કોમેન્ટ કરી છે. એટલું જ નહીં બે લાખથી વધુ લોકોએ શેર કર્યો છે.

(4:49 pm IST)