દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

તમને કયા પ્રકારની કબજીયાત છે?

કબજીયાત એ પાચન ક્રિયામાં આવતો એ સામાન્ય રોગ છે, જે આપણા જીવનમાં કોઇના કોઇ તબકકે થતો જ હોય છે. મેડીકલી, કબજીયાત અટેલે અઠવાડીયામાં  ત્રણથી ઓછીવાર આંતરડુ ખાલી થવું. જો કોઇ વ્યકિતએ અઠવાડીયામાં એક અથવા ઓછી વાર આંતરડુ ખાલી થતું હોય તો તે ગંભીર કબજીયાત ગણાય છે. કબજીયાત કયારેક થાય તે સામાન્ય બાબત છે. પણ જો તેના લક્ષણો સતત ત્રણ મહીના સુધી રહે તો તે ક્રોનીક કબજીયાત ગણાય છે.

ક્રોનીક કબજીયતાના લક્ષણોમાં સખત અને ગાંગડા જેવો મળ, મળત્યાગ વખતે તણાવ, અઠવાડીયામાં ત્રણથી ઓછી વાર મળત્યાગ, પેટમાં દુઃખાવો અને પેટ  ખેંચાવું, ઉલ્ટી થતી હોય તેવું લાગવુ, વગેરે છે. કબજીયાતનું કારણ આપણા રાત્રી ભોજનની થાળી છે એ સત્ય છે. આપણા ખોરાકમાંની ઘણી ચીજો કબજીયાતને રોકવામાં મદદરૂપ થાય છે, તો ઘણી વસ્તુઓ કબજીયાત વધારે છે. શારીરિક નિષ્ક્રીયતા, અમુક જાતની દવાઓ અને ઉંમર, વગેરે કબજીયાતના અન્ય કારણો છે. કબજીયાત માટે કાચા કેળા, આલ્કોહોલ, સફેદ ચોખા, કોફી અને તળેલું અથવા ફાસ્ટ ફુડ આ પાંચ વસ્તુઓ જવાબદાર છે.

(9:30 am IST)