દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

તમારા ચહેરા પર પણ કામનો થાક દેખાય છે?

આજના સમયમાં મહિલાઓ ઘર અને ઓફિસને બેલેન્સ કરવામાં એટલી થાકી જાય છે કે કામનો થાક તેના ચહેરા પર દેખાય છે. રાત્રે મોડે સુધી કામ કરવુ અને સવારે વહેલા ઉઠીને ઘરની જવાબદારીઓ પૂરી કરીને ઓફિસ જવાનું.. આ બધી વસ્તુથી શરીરને ખૂબ જ થાક લાગે છે. પરંતુ, જો ઓફિસમાં તમારો ચહેરો થાકથી ભરેલો દેખાય, તો તમારી ઓફિસમાં ઈમેજ પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. તેના માટે તમે મેકઅપ દ્વારા તમારા ઓફિસના થાકને કહો બાય..બાય..

. ફેસ મિસ્ટ બેજાન ત્વચામાં ક્ષણવારમાં જ તાજગી ભરી દે છે. તે ત્વચામાં ચમક પણ લાવે છે અને ચહેરાને જરૂરી નમી પણ પ્રદાન કરે છે. તમે રાત્રે અથવા દિવસે ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચા સંબંધી મુશ્કેલીઓને દૂર ભગાડે છે અને ચહેરા પરના સોજાને પણ નિયંત્રીત કરે છે.

. જ્યારે મેકઅપ કરતા પહેલા કન્સીલરનો ઉપયોગ કરવાથી ચહેરો ખીલેલો દેખાય છે. કન્સીલર ખરીદતી વખતે હંમેશા ક્રિમી કન્સીલરની પસંદગી કરવી. જેથી કન્સીલર તમને પ્રાકૃતિક લુક આપશે અને લાંબા સમય સુધી ટકી પણ રહેશે.

 . ચહેરા પર વધારે સાઈન માટે બ્લશરનો ઉપયોગ કરવો. તે ત્વચાની ચમક વધારે છે. જેનાથી થાકેલ ચહેરો પણ ફ્રેશ દેખાય છે.

. મેકઅપ કર્યા પહેલા મોશ્ચરાઈઝર અવશ્ય લગાવવું. તે ત્વચાને તાજગીથી ભરી દે છે. મોશ્ચરાઈઝરની મદદથી તમે ત્વચાની પ્રાકૃતિક નમીને લોક કરી શકો છો.

(9:29 am IST)