દેશ-વિદેશ
News of Monday, 15th August 2022

દિવસેને દિવસે શ્રીલંકામાં આર્થિક પરિસ્થિતિ બગડતી જઈ રહી હોવાની માહિતી:પૈસા માટે મહિલાઓ આ કામ કરવા મજબુર થઇ

નવી દિલ્હી: શ્રીલંકામાં આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. લોકો માટે પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયુ છે. ત્યાં સુધી કે, ખાવા અને દવા લેવા માટે પણ પૈસા નથી. તેને કારણે છેલ્લાં કેટલાક દિવસોમાં અહીં વેશ્યાવૃત્તિ ઝડપથી વધી છે.

પેટ ભરવા માટે અહીં ઘણી મહિલાઓ સેક્સ વર્કર બનવા માટે મજબૂર બની છે. આયુર્વેદિક સ્પા સેન્ટરની આડમાં અહીં સેક્સ વર્કનું કામ ચાલી રહ્યું છે.

આ સ્પા સેન્ટરોમાં પડદા અને ક્લાઈન્ટ્સ માટે બેડ લગાવીને તેને અસ્થાયી વેશ્યાલયનું રૂપ આપવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, સેક્સ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી મોટાભાગની મહિલાઓ કપડાં ઉદ્યોગમાંથી આવી રહી છે. જાન્યુઆરી સુધી અહીં કામ હતું પરંતુ, ત્યારબાદ દેશની બગડતી અર્થવ્યવસ્થાના કારણે તેમણે આ વ્યાવસાયમાં આવવુ પડ્યું. મહિલાએ જણાવ્યું, પહેલા કામમાં અમારું માસિક વેતન આશરે 28000 રૂપિયા હતું અને ઓવરટાઈમ સાથે અમે વધુમાં વધુ 35000 રૂપિયા કમાઈ શકતા હતા પરંતુ, સેક્સ વર્કમાં સામેલ થઈને અમે રોજના 15000 રૂપિયા કરતા વધુની કમાણી કરી લઈએ છીએ. દરેક વ્યક્તિ મારી વાત સાથે સહમત નહીં હશે, પરંતુ આ સત્ય છે. UKના ધ ટેલીગ્રાફે પણ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ વર્ષે જાન્યુઆરીથી કોલંબોમાં સેક્સ વર્કમાં સામેલ થનારી મહિલાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

(2:58 pm IST)