દેશ-વિદેશ
News of Monday, 15th July 2019

સીરિયાના અલેપ્પોમાં રોકેટ હુમલામાં 6ના મોત:8ને ઇજા

નવી દિલ્હી: સીરિયાના અલેપ્પો શહેરના બે જિલ્લાને નિશાન બનાવીને આતંકવાદીઓએ કરેલ રોકેટ હુમલામાં 6 નાગરિકો મોતને ભેટ્યા છે જયારે અન્ય આંઠને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલો અલેપ્પો શહેરના બે નાના નાના ગામને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે જેમાં 6 નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.

(6:47 pm IST)