દેશ-વિદેશ
News of Saturday, 15th June 2019

Periods દરમિયાનની પીડાને દૂર કરવાના સરળ ઉપાયો

વેજીટેબલ જ્યૂસ : જે સ્ત્રીઓને માસિક દરમિયાન પીડા થતી હોય અથવા જેમને માસીક ઓછો થતો હોય તેમણે કોથમીરનો રસ ગાજર અથવા અન્ય શાકભાજીના જ્યૂસ સાથે પીવો જોઈએ. તેમ કરવાથી તમને પીડામાં રાહત મળશે.

 પીડા ઘટાડવા માટે એલોવેરાના જ્યૂસમાં મધ મેળીવીને પીવાથી પણ રાહત મળે છે.

 તુલસીનું સેવન કરવાથી પણ માસિક પીડામાં રાહત મળે છે. એક કપ ઉકળતા પાણીમાં એક ટેબલસ્પૂન તુલસીના પત્તા ઉમેરો, તેને આંચ પરથી લઈ તેને ઢાંકી દેવું અને ઠંડુ પડવા દેવું. આ પાણીને દુર થોડા કલાક પીવાથી રાહત થાય છે.

 મઠ્ઠી તલ પાણીમાં પલાળી તેને દિવસ દરમિયાન બે વાર ચાવી જઈ તે પાણી પી જવું તેનાથી પણ માસિક પીડામાં રાહત મળે છે.

 પપૈયું માસિક સમસ્યાઓમાં મદદરૂપ ફળ છે. જે સ્ત્રીઓને માસિક દરમિયાન વધારે પીડા થતી હોય તેમના માટે કાચું પપૈયું ઉત્તમ ફળ છે.

(9:40 am IST)