લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
લીંબુ પાણી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.ઙ્ગલીંબુ પાણીમાં વિટામીન સી સાથે કેટલાય ગુણ હોય છે. કેટલાય લોકો મોટાપાથી છૂટકારો મેળવવા માટે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. આ ઉપરાંત બ્યુટી માટે પણ લીંબુ પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
અયોગ્ય ખાણીપીણીના કારણે કેટલીયવાર તમને ઉલ્ટી અને પેટ દર્દ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરરોજ લીંબુ પાણીનું સેવન કરવાથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
લીંબુ પાણી પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. જેનાથી તમે ગેસ, બ્લોટીંગ, બળતરા જેવી સમસ્યાથી બચી શકો છો.
આજકાલ મોટા ભાગના લોકોમાં કબજીયાતની સમસ્યા જોવા મળે છે. આ પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ નવશેકા લીંબુ પાણીનું સેવન કરો.