દેશ-વિદેશ
News of Saturday, 15th May 2021

ઇઝરાયલે સરહદ પર સૈન્ય તૈનાત કરી દેતા બને પક્ષે યુદ્ધના ભણકારા સાંભળવા મળ્યા

નવી દિલ્હી: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે અત્યાર સુધી હવાઈ હુમલાં થતાં હતાં. બંને પક્ષે રોકેટો છૂટતાં હતા. પરંતુ હવે એ સંઘર્ષ યુદ્ધમાં ફેરવાય જાય તેવી પ્રબળ સંભાવના સર્જાઈ છે. ઈઝરાયેલે ગાઝા સરહદે સૈનિકો મોકલીને સંપૂર્ણ યુદ્ધનો સંકેત આપ્યો છે. ઈઝરાયેલે આક્રમકતાથી પેલેસ્ટાઈન સમર્થક ઉગ્રવાદી સંગઠન હમાસના રોકેટ હુમલાનો જવાબ આપ્યો હતો અને એક પછી એક ૬૦૦ એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો છે. આ એરસ્ટ્રાઈક દરમિયાન હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા.

           ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરશે એવી ભીતિના પગલે ગાઝા પટ્ટી નજીક અને ઉત્તરી વિસ્તારમાં રહેતા પેલેસ્ટાઈન નાગરિકોએ સ્થળાંતર શરૃ કર્યું હતું. ઈઝરાયેલી સૈન્યના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પ્લેન અને જમીની સેના ગાઝા પટ્ટીમાં હુમલાને અંજામ આપી રહ્યા છે. આર્મીના પ્રવક્તા જોન કોનરિક્સે કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં દુશ્મનોના હુમલાને એક ખાસ ઓપરેશનની મદદથી જવાબ આપીને અંજામ આપવામાં આવશે.

(6:07 pm IST)