દેશ-વિદેશ
News of Saturday, 15th May 2021

ઇઝરાયલી સૈની અને પેલેસ્ટાઈનિયન ચરમપંથીઓ વચ્ચે સાતમા દિવસે પણ યુદ્ધ ચાલુ રહેતા સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહીને વેગ આપ્યો છે તો બીજી બાજુ પેલેસ્ટાઇનવાસીઓ પણ ઇઝરાયલ પર રૉકેટ છોડી રહ્યા છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વધતા ઘર્ષણને લઈને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ - UAE)ના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બીન ઝાયદ અલ નાહ્યાનએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એ પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે, જેમને આ હિંસક ઘર્ષણમાં સ્વજનો ગુમાવ્યાં છે.

સંયુક્ત આરબ અમીરાતએ કહ્યું કે શક્ય તેટલું જલદી બંને દેશોએ ઘર્ષણ ઘટાડવું જોઈએ, હિંસક કાર્યવાહી અટકાવવી જોઈએ અને તે માટે દરેક પક્ષોએ સાથે મળીને ઉકેલ લાવવો પડશે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે રાજકીય વાર્તા શરૂ કરવાની જરૂરિયાત પર યુએઈએ ભાર મૂક્યો છે.

યુએઈ દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "આ અઠવાડિયામાં જે હિંસક ઘર્ષણ જોવા મળ્યું છે, તેને શાંતિપૂર્ણ રીતે અને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. તેની શરૂઆત કરવી જોઈએ." "અમે ઇચ્છીએ છીએ કે પાડોશી દેશો એક-બીજા પ્રત્યે શાંતિ અને સન્માન જાળવી રાખે. અત્યાર સમયની માગ છે કે બંને દેશના નેતાઓ પરિસ્થિતિને સામાન્ય કરવા માટે કામ કરે અને કોઈ પણ ઉકેરણીજનક કાર્યવાહી ન કરે. તણાવ તો જ ઘટાડી શકાશે."

(6:02 pm IST)