દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

નેપાળના 49 વર્ષીય શેરપાએ 23વાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: નેપાળના 49 વર્ષીય શેરપાએ માઉંટ એવરેસ્ટની 23મી વાર ચઢાઈ કરી ને વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શેરપાએ 22મી વાર એવરેસ્ટ શિખર પર ચઢાઈ કરી છે અને હવે તેને વધુ એક વાર આ ચઢાઈ કરીને 23મી વારનો  વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બુધવારની સવારે શેરપાએ 8850મીટર ઊંચાઈ પર ચઢાઈ કરી લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:35 pm IST)