દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

દરિયામાં ૧૧ કિલોમીટર ઊંડે પહોંચ્યો ડ્રાઇવર, મળી પ્લાસ્ટિકની થેલી અને મીઠાઇના ખાલી ડબ્બા

ન્યુયોર્ક તા ૧૫ : અમેરિકન સંશોધક વસ્કોવોએ પ્રશાંત મહાસાગરના મારિયાના ટ્રેન્ચમાં પહેલીવાર સમુદ્રની અંદર ૧૧ કિલોમીટર ઊંડે સુધીની સફર કરી હતી. આ દુનિયાનું સોૈથી ઊંડુ સ્થાન છે. વિકટરે એટલી ઊંડાઇએ લગભગ ચાર કલાક ગાળ્યા હતા, ત્યાં ભ્રમણ કરતાં વિકટરને સમુદ્રી જીવો, ઉપરાંત પ્લાસ્ટિકની બેગ અને મીઠાઇના ખાલ્લી ડબ્બા પણ મળ્યાં હતા. વિકટરની ટીમ સબમરીન અને મોટરશીપની મદદથી મારિયાના ટ્રેન્ચની ઊંડા સ્તર સુધી પાંચ વખત ઊતરી હતી. વિકટરની ટીમનું કહેવું છે કે, તેમણે જેટલો દરિયો ખેડયો છે, એના પરથી લાગે છે કે, દરિયામાં ૧૦ કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ભરેલો છે. લગભગ ૯૦ ટકા કચરો દસ મોટી નદીઓના માધ્યમથી દરિયામાં ઠલવાય છે. એમાં એશિયાની નદીઓ પણ સામેલ છે.

 પહેલીવાર ૧૯૬૦માં અમેરિકન નોૈકાદળ લેફટનન્ટ ડોન વોલ્શ અને સ્વિટ્રઝરલેન્ડના એન્જિનિયર જેકસ પિકાર્ડ મારિયાના ટ્રેન્ચમાં ૧૦ કિલોમીટર ઊંડે સુધી પહોંચી શકયા હતા.

(3:39 pm IST)