દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા માટેની ટીપ્સ

ડ્રાય સ્કિન અને ડ્રાય હેર એ વિન્ટરની મુખ્ય સમસ્યા છે. જોકે એવી ઘણી સરળ ટિપ્સ છે જેનાથી તમે ઘરે બેઠા આ સમસ્યાને બહુ આસાનીથી ઉકેલી શકો છો. બસ જરૂર છે કિચનમાં ઉપાયોગી થતા પદાર્થના સૌંદર્યવર્ધક ગુણો જાણવાની એકસ્ટ્રીમલી ડ્રાય સ્કિન ચાર ટેબલસ્પૂન એલોવેરા જેલમાં એક ટીસ્પૂન ગ્લિસરીન ઉમેરીને મિકસ કરી દો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. ત્રીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. એલોવેરા પાવરફૂલ મોઈશ્ચરાઈઝર છે. તે સ્કિનમાં જરૂરી મોઈશ્ચરનું બેલેન્સ બનાવે છે. ડ્રાય એન્ડ ડલ સ્કિન જો તમારી સ્કિન ડ્રાય અને ડલ થઈ ગઈ હોય તો સરળ ઘરેલુ ઉપાયથી તેને ફરી ગ્લોઈંગ અને સ્મૂધ બનાવી શકાય છે. ગાજર, કોબીજ અને બીટને બાફી લો અને બાફેલા પાણીને ઠંડું પડવા દો, ત્યારબાદ આ પાણીને ચહેરા પર લગાવો. બાફેલાં શાબભાજીનો માવો કરીને તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરો. ગાજર વિટામિન-એ થી ભરપૂર છે.  કોબીજમાં મિનરલ્સ છે. બીટ કલીન્ઝરનું કામ કરે છે. આ પ્રયોગ વીકમાં એકથી બે વખત કરો. ડ્રાય અને ડલ સ્કિન ફરી ગ્લોઈંગ અને સ્મૂધ બની જશે.

ડ્રાય સ્કિન માટે બટેટા, એલોવેરા જેલ અને લીંબુનો રસ મિકસ કરો. પછી સારી રીતે પેસ્ટ બનાવીને આ મિશ્રણને ચહેરા પર લગાવો. વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. આ પ્રયોગ વીકમાં એકથી બે વખત કરો. ડ્રાય સ્કિનમાં રાહત મળશે.

પિમ્પલથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે તજનો પાઉડર, મેથીનો પાઉડર અને મધને મિકસ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીલ પર લગાવો અને બે કલાક સુધી આ પેસ્ટને ખીલ પર લગાવો અને બે કલાક બાદ ચહેરાને ધોઈ લો. નિયમિત આ પ્રયોગ કરવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળશે.

ડ્રાય હેરને શોઈની અને સિલ્કી બનાવવા માટે અડધા કપ દૂધમાં મધ ઉમેરીને વાળ પર લગાવો. અડધા કલાક બાદ હૂંફાળા પાણીથી વાળ ધોઈ લો. આ પ્રયોગ વીકમાં એક વાર ચોક્કસ કરો.

(10:07 am IST)