દેશ-વિદેશ
News of Tuesday, 15th May 2018

આ વૃધ્ધે રક્તદાન કરીને બચાવ્યા છે 24 લાખ બાળકોના જીવ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં રહેનાર જેમ્સ હૈરિસન નામના આ  વૃદ્ધ 60  વર્ષોથી રક્તદાન કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેને 24 લાખ બાળકોનો જીવ બચાવ્યો છે એટલા માટે તેને 'ગોલ્ડન આર્મ'તેમજ ભગવાન કહેવામાં આવે છે ડોકટરના કહેવા મુજબ 81 વર્ષીય આ વૃદ્ધના રક્તમાં એક વિષેસતા છે જે સામાન્ય વ્યક્તિના રક્તમાં નથી તેના રક્તમાં એક ખાસ પ્રકારની યુનિક એન્ટિબોડી ઉપસ્થિત છે જેને એંટી ડી કહેવામાં આવે હસે આ પ્રકારનું રક્ત બાળકોની બ્રેન ડેમેજ તથા બીજી અન્ય ઘાતકી બીમારીમાં કામ આવે છે આ વ્યક્તિએ 1200 વાર રક્તદાન કર્યું છે અને અત્યાર સુધીમાં તેને 24 લાખ બાળકોના જીવ બચાવ્યા છે.

(5:59 pm IST)