દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

ન્યુયોર્કમાં એક રૂમનું ઘર ઘરાવતા ભાઇને મળ્યું ૨૬૪ કરોડ રૂપિયાનું યુટિલિટી બિલ

ન્યુયોર્ક, તા.૧૫: અમેરિકાના ન્યુયોર્કના કવીન્સ શહેરમાં રહેતા ટોમી સ્ટ્રોબ નામના ભાઇએ સોમવારે રાત્રે ઘરનું યુટિલિટી બિલ ઓનલાઇન ભરવા માટે સાઇટ ખોલી તો તેમને જબરો આંબકો મળ્યો. તેમના ખાતામાં લેણાની બાકી નીકળતી બિલની રકમ દેખાઇ રહી હતી. ૩૮ મિલ્યન ડોલર એટલે લગભગ ૨૬૪ કરોડ રૂપિયા. આટલી મોટી રકમ ભરી શકાય એવી કોઇ સંભાવના જ ન હોવાથી ટોમીએ સ્ક્રીન શોટ લીધો અને સોશ્યલ મીડિયા પર શેર કરીને લખ્યું કે 'હું ૬૦૦ સ્કવેર ફુટના સ્ટુડિયો અપાર્ટમાન્ટમાં રહું છું જેનું એક મહિલાનું યુટિલિટી બિલ આવ્યું છે ૩૮ મિલ્યન ડોલર. મહેરબાની કરીને કંઇક કરો'

આટલી પોસ્ટ લખીને ભાઇ સૂઇ ગયા. બીજા દિવસે સવારથી જ સ્થાનિક સમાચાર ચેનલોએ તેમનો કોન્ટેકટ કરવાનું શરૂ કરી દીધું અને વાત યુટિલિટી કંપની સુધી પહોંચી. સાંજ પડતાં સુધીમાં કંપનીએ તરત જ એકશન લઇને અકાઉન્ટમાં સુધારો કરી દીધો. સાંજે બિલની રકમ દર્શાવતો સ્ક્રીન શોટ પણ ટોમીએ લીધો. એમાં બિલ ૭૭.૧૪ ડોલર એટલે કે લગભગ ૫૩૦૦ રૂપિયાનું હતું.

(3:50 pm IST)