દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

સ્માર્ટફોનમાં કઇ મેટલ હોય છે એ જાણવા સાયન્ટિસ્ટોએ હેન્ડસેટને લિટરલી બ્લેન્ડરમાં ચટણીની જેમ વાટી નાખ્યો

લંડન તા ૧૫  :  આપણે સાંભળ્યું છે કે ઇલેકટ્રોનીક વેસ્ટમાંથી સોનું અને ચાંદી નીકળે છે, પરંતું એ કેટલી માત્રામાં હોય છ એ સમજવા માટે કેટલાક સાયન્ટિસ્ટોએ પ્રયોગ કર્યો. આમ તો સ્માર્ટફોન બનાવતી કંપનીઓની ફોર્મ્યુલા જાણી લે તો પણ આ રાઝ ખુલી જાય, પરંતુ સાયન્ટિસ્ટોને એ જાણવું હતું કે, વપરાયેલા મોબાઇનાા હેન્ડસેટમાંથી કઇ ધાતુઓ કેટલી માત્રામાં પાછી મેળવી શકાય એમ છે. આ જાણવા માટે બ્રિટનની યુનિવર્સિટી ઓફ પ્લેમાઉથના રિસર્ચરોએ એક સ્માર્ટફોન લીધો અને એને મિકસરમાં ક્રશ કરી નાખ્યો. જયારે કિસરમાં એના બારીક ટુકડા થઇ ગયા, એ પછી ભુકાને અત્યંત ઉંચા તાપમાને તપાવવામાં આવ્યો અને પછી એમાં સોડિયમ પેરોકસાઇડ મેળવવામાં આવ્યું આમ કરીને તેમણે વિવિધ ધાતુઓના અણુંઓને છુટા પાડયા. આ અભ્યાસનો નિષ્કર્ષ કહે છે ક ેએક હેન્ડસેટમાં ૩૩ ગ્રામ આર્યન, ૧૩ ગ્રામ સિલિકોન, ૭ ગ્રામ ક્રોમિયમ, ૯૦૦ મિલીગ્રામ ટંગસ્ટન, ૭૦ મિલીગ્રામ કોબાલ્ટ, ૭૦ મિલીગ્રામ મોલિબ્ડીનમ, ૧૬૦ મિલીગ્રામ  નીઓડિનમ, ૩૦ મિલીગ્રામ પ્રેસીઓડિનમ જેવી ધાતુઓ હોય  છે. એમાં ૯૦ મિલીગ્રામ ચાંદી, અને ૩૬ મિલીગ્રામ જેટલું સોનું પણ  હોય  છે

(3:49 pm IST)