News of Thursday, 15th March 2018
અજગર પકડતી યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હી:યુનાઇટેડ કિંગડમના એક ઘરમાં આંઠ કિલો વજનનો અજગર ઘુસી જતા અફડાતફડી મચી જવા પામી હતી ઘરમાં ઘુસ્તાની સાથે જ અજગર એક પાલતુ બિલાડીને ખાઈ ગયો હતો અને આ ઘટના જોઈને પરિવારના સભ્યો ભયભીત થઇ ગયા હતા તેમને તાત્કાલિકમાં સાપ પકડવામાં માહિર બ્રાઈડી મારોને ફોન કરીને બોલાવી અને સૂચના મળતાની સાથે જ મારોએ મિનિટોમાં અજગરને પકડી લીધો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે તાજેતરમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
(8:16 pm IST)