News of Saturday, 15th February 2020
અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 8 નાગરિકોના મૃત્યુ
નવી દિલ્હી:અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નાગરહારમાં ગઠબંધન સેનાના હવાઈ હુમલામાં એક બાળક સહીત આંઠ સ્થાનિક ગ્રામીણ લોકોના મૃત્યુ નિપજ્યા છે પ્રાંતીય અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. શુર્ખ રોડ જિલ્લામાં શુક્રવારના રોજ સાંજના સમયે ગ્રામીણ લોકોને લઈને જતા એક વાહન પર મિસાઈલ છોડવામાં આવી હતી આ બધા જ લોકો સ્થાનિક બજારથી પરત ફરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
પ્રાંતીય સરકારના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગયાનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાટોના નેતૃત્વવાળી સંગઠન સેનાએ સુર્ખ રોડમાં બે વાહનોને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો મૃતક લોકોમાં વધારે સ્થાનિક લોકોનો સમાવેશ થતો હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:32 pm IST)