દેશ-વિદેશ
News of Saturday, 15th February 2020

વેલેનટાઈન્સ ડે પર હોટલમાં કરવામાં આવી છાપામારી, ૨ ડઝન અનમેરિડ કપલની ધરપકડ

જાકાર્તા, તા.૧૫: દુનિયાભરમાં જયાં ૧૪ ફેબ્રુઆરીએ લોકોએ વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કર્યો. ત્યાં દ્યણા લોકો એવા પણ હતા જેમને પ્રેમ કરવા માટે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. મુસ્લિમ બાહુલ્ય ધરાવતો દેશ ઈન્ડોનેશિયાના અમુક ભાગોમાં પોલીસે હોટલો પર છાપામારી કરી અને બે ડજન જેટલા બીજાની સાથે લગ્ન કરેલા કપલ્સની ધરપકડ કરી.

એક રિપોર્ટ અનુસાર, ઈન્ડોનેશિયામાં પ્રેમનો ખુલીને ઈઝહાર કરવો બેન છે અને તેને દેશની સંસ્કૃતિ અને નૈતિકતા વિરૂદ્ઘ માનવામાં આવે છે. ઈન્ડોનેશિયાના મકસ્સર અને ડેપોકમાં અધિકારીઓએ લોકો માટે ચેતાવણી જાહેર કરી હતી કે તે પ્રેમનો સાર્વજનિક રીતે વ્યકત ન કરે.

મકસ્સરમાં પોલીસે હોટલો પર છાપામારી કાર્યવાહી કરી અને રૂમમાં હાજર અવિવાહીત જોડાની ધરપકડ કરી. તેમાં એક જર્મનીનો વ્યકિત પણ સામેલ હતો.

બાદમાં પોલીસે ધરપકડ કરેલા કપલને 'લગ્ન પહેલા સેકસ કરવાના નુકસાન' પર લેકચર આપીને છોડી દીધા. પરંતુ પકડવામાં આવેલી સેકસ વર્કર્સને રિહેબિલિટેશન સેન્ટર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો.

મકસ્સરમાં કોન્ડોમના વેચાણ પર પણ દ્યણા પ્રકારના બેન લગાવવામાં આવ્યા છે. કોન્ડોમ ખરીદનાર વ્યકિતની ઉંમર ચેક કરવામાં આવે છે. સ્થાનીક અધિકારી કહે છે કે કોન્ડોમ ફકત લગ્ન કરેલ યુવકો માટે જ છે.

(3:19 pm IST)