દેશ-વિદેશ
News of Thursday, 15th February 2018

પેટની સર્જરી પછી દર નવમાંથી એક દરદીને ઇન્ફેકશન થાય છે

નવી દિલ્હી તા. ૧પ :.. પાચનતંત્રને લગતી કોઇપણ પ્રકારની ઓપન સર્જરી પછી દરદીને ચેપ લાગુ પડે એવી સંભાવના બાર ટકા જેટલી હોય છે એવું ૬૬ દેશોના ડેટાના વિશ્લેષણ પછી તારવવામાં આવ્યું છે. ગ્રેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી થાય એટલે કે પાચનતંત્રને લગતા કોઇ પણ અવયવોમાં વાઢકાપની ક્રિયા કરવામાં આવી હોય તો એ પછીના ૩૦ દિવસમાં સર્જિકલ સાઇટ પર ઇન્ફેકશન થવાની સંભાવના વધુ હોય છે. લો ઇન્કમ ધરાવતા દેશોમાં આ સંભાવના ૧૪ ટકા જેટલી હોય છે, જયારે સમૃધ્ધ અને વિકસીત દેશોમાં નવ ટકા ચેપની સંભાવના રહે છે. અભ્યાસમાં ૩૪૩ હોસ્પિટલોમાં રપ૦૦ ડોકટરો દ્વારા થયેલી સર્જરીઓનો ડેટા એકઠો કરવામાં આવ્યો હતો.

(11:15 am IST)