દેશ-વિદેશ
News of Friday, 15th January 2021

સ્વીડનમાં બરફે તાંડવ મચાવતા લોકોને ઘરમાં કેદ થવાની નોબત આવી

નવી દિલ્હી: Sweden માં બરફના તોફાને તાંડવ મચાવ્યું છે. જેમાં બરફના તોફાનને કારણે પાવર કટની સમસ્યા ઉભી થઇ છે. તેમજ ભારે માત્રામા બરફ પડતા રસ્તાઓ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. તેમજ લોકોએ ઘરમાં જ કેદ થવાની ફરજ પડી છે. જો કે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમા રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

       જેમાં સ્વીડિસ રેડિયોના જણાવ્યા અનુસાર અંદાજે 6000 મકાનોમા પાવર સપ્લાય ખોરંભાયો છે. તેમજ ભારે હિમ વર્ષાની આગાહી કરવામા આવી છે જેમાં સ્વીડન નેશનલ વેધર એજન્સીના જણાવ્યા અનુસાર હિમ વર્ષા માટેનું રેડ સિગ્નલ આપવામા આવ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી ગંભીર સિગ્નલ છે.

(5:03 pm IST)