દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

ટેક્સાસની શાળામાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા: શંકાસ્પદની ધરપકડ

નવી દિલ્હી: ટેક્સાસની હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી છે. ઘટના પછી થોડી ક્ષણોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. હ્યુસ્ટન ઇંડિપેન્ડેટ શાળા જિલ્લાની એક અધિકારી ગ્રેનિટા લાથમે ગોળીબારીની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીની મૃત્યુની જાણ કરી છે. ઘટના અંગે વધુ જાણકારી આપવામાં આવી નથી પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે.

(6:09 pm IST)