દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

હે ભગવાન......આ તો ગઝબ કહેવાય: કબ્રમાંથી 150 લાશ કાઢીને ખાઈ ગયા આ પાકિસ્તાનના 2 આદમખોર ભાઈ

નવી દિલ્હી: જાનવરો દ્વારા માનવીને મારીને ખાવાની વાત તો સામાન્ય છે પરંતુ  ક્યારે પણ સાંભળ્યું છે માનવી માનવીને મારીને ખાઈ જાય. સાંભળવામાં ખુબજ અજીબ અને ડરાવનું લાગે પરંતુ પાકિસ્તાનમાં રહેતા બે આદમખોર ભાઈઓએ એક કબરમાંથી 150થી વધારે મૃતદેહને કાઢીને ખાઈ ગયા છે.

                    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બને ભાઈઓનું નામ મોહમ્મ્દ ફરમાન અલી અને મહોમ્મ્દ આરીફ અલી છે. આ બને પાકિસ્તાનના ભકકર જિલ્લાના દરયા ખાન વિસ્તારમાં રહે છે અને આ બને ભાઈઓ કબ્રમાંથી મૃતદેહ કાઢીને માનવીના માસ ખાતા હોવાનું જાણવામાં આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે.

(6:09 pm IST)