દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

ગ્લોબલ વોર્મિંગના કારણે 130 દેશોના 11હજાર વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હી:ગ્લોબલ વોર્મિંગને કારણે આઈસબર્ગ ઝડપથી ઓગળી રહ્યો છે. તેનું પરિણામ છે કે આર્કટિકમાં મોજૂદ સૌથી જૂનો અને સ્થિર આઈસબર્ગ ઝડપથી ઓગળી રહ્યો છે. કારણે 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.

130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકો આર્કટિકના જે ભાગની વાત કરી રહ્યા છે તેને લાસ્ટ આઈસ એરિયા કહેવામાં આવે છેજે દુનિયાનો સૌથી જૂનો અને સ્થિર બર્ફાચ્છાદિત વિસ્તાર છે. પણ હવે તે ઝડપથી ઓગળી રહ્યો છે. પણ બેગણી ઝડપે. લાસ્ટ એરિયા 2016માં 41.43 લાખ વર્ગ કિમી હતો, જે હવે ઘટીને 9.99 લાખ વર્ગ કિમી બચ્યો છે. જો ઝડપે બરફ ઓગળતો રહેશે તો 2030 સુધીમાં લાસ્ટ એરિયા પૂરેપૂરો ઓગળી જશે.

(6:08 pm IST)