દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

પ્લાસ્ટીકમાંથી બનાવ્યુ ૧૮ કેરેટનું સોનું !!

સ્વીસ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોની કમાલ

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડમાં વૈ્જ્ઞાનિકોએ પ્લાસ્ટિક દ્વારા ૧૮ કેરેટનું સોનું બનાવ્યું છે. દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે કે પ્લાસ્ટિકમાંથી સોનું બનાવવામાં આવ્યું છે.સ્વિસ યુનિવર્સિટી ઇટીએચ ઝયુરિચના વૈજ્ઞાનિક રાફેલ મેઝેન્ગાના જણાવ્યા અનુસાર સોનાનું આ નવું સ્વરૂપ પરંપરાગત ૧૮ કેરેટ સોના કરતા દસ ગણો હળવા છે. સોનાના પરંપરાગત મિશ્રણમાં સામાન્ય રીતે ત્રણ-ચોથા સોનાનો અને ચોથા ભાગનો તાંબાનો સમાવેશ થાય છે, જેની દ્યનતા લગભગ ૧૫ ગ્રામ / સે.મી. ૩ છે, તેથી પ્લાસ્ટિકથી બનેલા આ સોનાની દ્યનતા માત્ર ૧.૭ ગ્રામ / સે.મી. ૩ છે.

પ્લાસ્ટિકમાંથી બનેલા આ ગોલ્ડને બનાવવા માટે વૈજ્ઞાનિકોએ સોનાના નેનોક્રિસ્ટલ્સ, પ્રોટીન રેસા, પાણી અને મીઠું સાથે પોલિમર લેટેકસ સોલ્યુશન તૈયાર કર્યું હતું. આ સોલ્યુશન કાર્બન ડાયોકસાઇડ ગેસના ઉંચા દબાણ હેઠળ વહેતું હતું અને નક્કર આકારમાં ફેરવાઈ ગયું હતું.

(3:37 pm IST)