દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

સ્ટાર વોર્સના ચાહકે થ્રી-ડી પ્રિન્ટર વડે બુલેટપ્રૂફ સૂટ બનાવ્યો

અમેરિકામાં પાંખી વસતી ધરાવતા સારાટોગા સ્પ્રિન્ગ્સ શહેરના રહેવાસીએ થ્રી-ડી પ્રિન્ટર વડે સ્ટોર્મ ટ્રુપર સૂટ બનાવ્યો છે. અવકાશમાં કે આકાશગંગામાં લડાઇઓના દૃશ્યો આપણે ફિલ્મોમાં જોયા છે. એ મુજબ યુદ્ધમાં વપરાતો હોય એવો દેખાતો એ સ્ટોર્મ ટ્રુપર-સૂટ છે. આ નવો સ્ટોર્મ ટ્રુપર સૂટ બનાવનારા કમ્પ્યુટર એન્જિનિયર નીલ્સ રાસ્મસોન સ્ટાર વોર્સનો જબ્બર ચાહક-પ્રશંસક છે. નીલ્સ રાસ્મસોનને સ્ટાર વોર્ડના પાત્રો અને પહેરવેશ ખૂબ ગમે છે. નીલ્સે પાંચ વર્ષ પહેલા સ્ટોર્મ ટ્રુપર ખરીદ્યુ હતું. એ પછી પાંચ પ્રિન્ટર્સની મદદથી ૪૦૦ થી ૬૦૦ કલાકોમાં પ્લાસ્ટિક ફિલામેન્ટનો સ્ટોર્મ ટ્રુપર-સૂટ બનાવ્યો હતો.

(11:58 am IST)