દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

ભોળપણ ભારે પડયું: ખેડૂતે પાડોશીઓને જોઇએ એટલા મૂળા લઇ જવાનું કહ્યું, તો લોકો પ૦૦ ટન પાક સાફ કરી ગયા

બીજીંગ તા. ૧પઃ ચીનના હુબેઇ પ્રાંતમાં બે ખેડૂતોને ખેતરમાં ઊભો પાક જોઇનેથયું કે આટલો સરસ માલ થયો છે તો ભલે પાડોશીઓ એક-બે થેલી ભરીને જરૂરી શાકભાજી લઇ જતા. જોકે તેમણે પાડોશીઓને આપેલી આ છૂટ તેમને ભારે પડી હતી. આસપાસના પાડોશીઓ અને સગાં-ઓળખીતાઓ થેલા ભરી-ભરીને મૂળા અને શાકભાજી લઇ જવા લાગ્યા. ખેડૂતોને લાગ્યું હતું કે તેમની આસપાસમાં તો બહુ ઓછા પાડોશીઓ છે, પણ તેમને ખબર નહોતી કે પાડોશીઓમાં પ્રેમથી વહેંચણી કરવાની વાત ફ્રી ફોર ઓલનું સ્વરૂપ લઇ લેશે. લોકો ફ્રીમાં માલ મળે છે એમ સમજીને ઝોળીઓ લઇને ખેતરમાં ઘુસી ગયા અને જાતે જ પાક કાઢીને લણીને લઇ જવા લાગ્યા. આ ઘસારો એટલો જોરદાર હતો કેપોલીસને બોલાવ્યા પછીપણ તેમને નિયંત્રણમાં લેતાં બહુ તકલીફ પડી હતી. જયારે ર૪ કલાક બાદ ટોળું ખેતરમાંથી બહાર નીકળ્યું ત્યાં સુધીમાં પ૦૦ ટન જેટલી ઊપજ ખતમ થઇ ગઇ હતી. આટલા માલની કિંમત લગભગ ૪ર,૦૦૦ ડોલર એટલે કે આશરે ૩૦ લાખ રૂપિયા જેટલી હતી.

(11:57 am IST)