દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

ઓફિસમાંથી રજા લેવા સૌથી વધુ બીમારીનું બહાનું આગળ ધરે છે કર્મચારીઓ, સર્વેમાં ખુલાસો

મહિલાઓની તુલનામાં અન્યના કામોનો વધારે શ્રેય લે છે પુરૂષ

લંડન, તા.૧૫: મોટાભાગના કર્મચારીઓ બીમારીનું બહાનું બનાવીને ઓફીસમાંથી રજા લેતા હોય છે. સરવેમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટનના કર્મચારીઓ બીમારીનું બહાનુ બનાવીને ઓફીસમાંથી રજા લેતા હોય છે. સરવેમાં એ વાત પણ કહેવામાં આવી છે કે જૂનિયર કર્મચારીઓ સીનિયરની તુલનામાં વધારે જુઠ્ઠુ બોલતા હોય છે.

સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બ્રિટનમાં દર ૫માંથી ૨ કર્મચારીઓ ઓફીસમાં જુઠ્ઠુ બોલીને રજા લેતા હોય છે. સવેમાં જયારે કર્મચારીઓની નૈતિકતા અને મૂલ્ પર સવાલ ઉઠાવાય તો તેમણે બીમારી વિશે ખોટું બોલવા અંગે, ચોરી કરવા અંગે અને શ્રેય લેવાની વાતનો સ્વીકાર કર્યો છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓની તુલનામાં પુરુષોમાં અન્યના કામોનો શ્રેય લેવાની વૃત્ત્િ। વધારે હોય છે. પુરુષ તેના કર્મચારીઓના કામનો શ્રેય પોતે લઈ લેતા હોય છે અને વાહવાહી મેળવે છે.

આ સર્વે ૧૬ વર્ષથી વધુ ૩૬૫૫ વયસ્કોને પૂછપરછના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સરવેમાં માલૂમ પડ્યું છે કે, ૬૬ ટકા કર્મચારી બોસને તેમના સહ કર્મચારીની બીમારી ન હોવા છતાં ગેરહાજર રહેવાની વાત છુપાવે છે.

સર્વેમાં કહેવાયું છે કે, જો બોસ બ્રેક નથી લઈ રહ્યો અને લંચ ટાઈમમાં પણ ટેબલ પર જ જમે છે તો તેનું એ કારણ હોય છે કે કર્મચારી પણ બોસને ફોલો કરે. સરવેમાં માલૂમ પડ્યું કે કર્મચારી વર્ષમાં લગભગ ૪ દિવસની સિક લીવ લે છે. ૨૦૧૮માં કર્મચારીઓએ ઓફીસ ન જવાનું કારણ બતાવતા શરદી, મસ્કયુલોસ્કેલેટલ સમસ્યા કે દિમાગી થકાવટ જેવી બીમારીઓ જણાવી હતી.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, પુરુષ બોસ મહિલા કર્મચારીને ખોટી રીતે સ્પર્શ કરે છે. તો ૩૪ વર્ષથી ઓછી ઉંમરના કર્મચારી મોટી ઉંમરના કર્મચારીઓની તુલનામાં વધારે વિરોધ કરે છે. જો ઓફીસમાં વરિષ્ઠ વ્યકિત યુવા સહકર્મી પર યૌમ શોષણની ટિપ્પણી કરી દે તો ૭૦ ટકા વધારે યુવા, મહિલાની સાથે ઉભા રહે છે.

(9:56 am IST)