દેશ-વિદેશ
News of Monday, 13th January 2020

પાકિસ્તાનમાં ભારે બરફ વર્ષાના કારણોસર 14ના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના પશ્ચિમી બલુચિસ્તાનમાં સોમવારના રોજ ભારે બરફ વર્ષાના કારણોસર સોમવારના રોજ 14 લોકોના મૃત્યુ થયા છે.પાકિસ્તાનની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ સુધી બરફવર્ષાએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. ભારે બરફવર્ષાના કારણે આજુબાજુના  ઘણાબધા મકાનો નષ્ટ થઇ ગયા છે.

                   બરફવર્ષાના કારણોસર ટ્રેનના સમય પણ ખોરવાઈ ગયા હતા કવેટા શહેરનું એરપોર્ટ પણ બરફથી ઢંકાઈ ગયા છે જેના કારણોસર ફ્લાઇટના ટાઈમિંગ પણ વિખાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:09 pm IST)