દેશ-વિદેશ
News of Monday, 13th January 2020

ઓએમજી......આ ભાઈ ટ્વીટર પર તેને ફોલો કરવાના આપે છે કરોડો રૂપિયા

નવી દિલ્હી:આ ભાઈ ટ્વીટર પર ફોલોવ કરવાના આપે છે કરોડો રૂપિયા,જાણીને વિશ્વાસ નહિ આવે તમનેજાપાનના એક શખ્સ દ્વારા લોકોને કરોડો રૂપિયા મુફતમાં વહેચવાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અરબપતિ અને ફેશન કંપનીના માલિક યુસાકુ મીઝાવા ટ્વિટર પર તેને ફોલો કરનાર લોકોને 90 લાખ ડોલરની રકમ વહેચવા જઈ રહ્યા છે. તેમણે એક સામાજિક પ્રયોગ જણાવ્યો જે જણાવશે કે શું સાચે જ પૈસાથી લોકોની ખુશી વધી જાય છે. મીજાવા પોતાના ફોલોઅરમાંથી 1000 લોકોને આ પ્રયોગ માટે પસંદ કરશે.

                     યુસાકુ મીજાવા પસંદ કરેલા ફોલોઅરને જાપાની મુદ્દામાં 10 લાખ યેન (એટલે 9000 ડોલર)ની રકમ આપશે. તે માટે તેમણે 1 જાન્યુઆરીએ એક ટ્વીટ કર્યું હતું અને તેને રિટ્વિટ કરનાર હજાર લોકોને જ આ રકમ મળશે. અરબપતિ વેપારી એ જાણવા માંગે છે કે આ પૈસાના ઈનામથી દરેકના જીવન પર કેવી અને શું અસર પડે છે. તેની જાણ તે નિયમિત અમુક સમય અંતરે સર્વે દ્વારા લગાવશે. યુટ્યુબર ચેનલ પર પોસ્ટ એક વીડિયોમાં મીજાવાએ તેને ગંભીર સામાજીક પ્રયોગ જણાવતા આશા દર્શાવી કે તેમાં એકેડેમિક વિશેષજ્ઞ અને અર્થશાસ્ત્રી પણ રસ લે. તે તેને બેસિક ઈનકમ આઈડિયા સાથે જોડીને જોશે.

(6:07 pm IST)