દેશ-વિદેશ
News of Tuesday, 15th January 2019

૩.૨૮ મિનિટનો રેકોર્ડબ્રેક અન્ડરવોટર ડાન્સ

મોસ્કો, તા.૧૫: રશિયન ફ્રી-ડાઇવરો મરીના કઝાન્કોવા અને દમિત્રી માલસેન્કોએ તાજેતરમાં અન્ડરવોટર ડાન્સનો વિક્રમ સરજયો છે. ઇટલીના સૌથી મોટા પૂલમાં તેમણે ઓકિસજન વિના પાણીમાં અલગ-અલગ ડાન્સ ફોર્મ્સ રજૂ કર્યા હતાં. પાણીની અંદર તેમણે તલવારબાજી, ફલેમેન્કો સ્ટાઇલ ડાન્સ અને દોરડા પર જોડીમાં ડાન્સ કર્યો હતો. તેમણે ઓકિસજન માસ્ક પહેર્યા વિના સાડાત્રણ મિનિટ સુધી લગાતાર પાણીની અંદર રહીને ડાન્સ કર્યો હતો. પુલની અંદર ટયુબ મુકવામાં આવી હતી જેમાં ઊભા રહીને દર્શકોએ આ જોડીનો પર્ફોર્મન્સ નિહાળ્યો હતો.(૨૨.૫)

(3:28 pm IST)