દેશ-વિદેશ
News of Saturday, 14th December 2019

દુઃસ્વપ્નો ડરામણા હોય છેઃ શું તે આરોગ્યને નુકશાન કરે છે?

કોઇ અજાણી વ્યકિત પ્રાણી કે વસ્તુ તમારી તરફથી ઘસી રહી હોય તમને પકડી લેવાની તૈયારીમાં જ હોય અને તમારી ઉંઘ ઉડી જાય એવુ બનતુ હોય છે. તમને આ વાકય નકામુ લાગતુ હશે પણ દુઃસ્વપ્નોનો અભ્યાસ કરતા નિષ્ણાંતો કહે છે કે દુઃસ્વપ્નના  દ્રશ્યો મોટાભાગે આ પ્રકારના જ હોય છે. ઘણીવાર તમને મોતનો અથવા ઈજાનો કે વિનાશનો ભય હોય અને તમે ભાગવાનો પ્રયત્નો કરતા હો તેવુ  પણ દેખાય છે. યુનિવર્સિટી ઓફ મોન્ટ્રીઅલમાં સાઈકીઆટ્રીના પ્રોફેસર અને ડ્રીમ  એન્ડ નાઇટમેર લેબોરેટરીના ડાયરકેટર ટીરે નિલ્સન કહે છે કે જો તમે ક ાર એકસીડન્ટ , લશ્કરી અથડામણ જેવી જીવલેણ ઘટનાઓ નજરે જોઇ શકતા હોય તો દુઃસ્વપ્નો આવી શકે છે.

નીલ્સના કહેવા અનુસાર  દુઃસ્વપ્નો કોઇ પણ પ્રકારના અને લંબાઇના હોય છે. કયારેક તે નિર્દોષ હોઇ શકે પણ મોટા ભાગે તે વામણા હોવાથી તે જોનારામાં ભય, સ્ટ્રેસ, વગેરે જેવી લાગણીઓ ઉત્પન થાય છે. અને આ કારણોથી જો દુઃસ્વપ્નો અવાર નવાર આવતા હોય તો તે આરોગ્ય માટે ચિંતાનુ કારણ બની શકે છે.

મીસીસીપી સ્ટેટ યુનિવર્સટીના સાયકોલોજીના પ્રોફેસર અને સ્લીપ, સ્યુસાઇડ એન્ડ બેજીંગ લેબોરેટરીના ડાયરેકટર માઇકલ નાડોર્ફ કહે છે કે જ્યારે ઘણા બધા દુઃસ્વપ્નો (દર રાત્રીે ઓછામાં ઓછુ એક) આવતા હોય ત્યારે  સ્ટ્રેસ  અને ભયની લાગણી ઉત્પન થાય છે.  વારંવાર આવતા ડરામણા સ્વપ્નોના કારણે વ્યકિત ઉંઘને ટાળવાની કોશિષ કરે છે.  ઘણી વાર  એવુ બને છે કે આ સ્વપ્નને  જોઇને ઉંઘ ઉડી જાય છે. પછી સવાર સુધી ઉંઘ  આવતી જ નથી.

તેના કહેવા અનુસાર આ ગુમાવેલી ઉંઘના  કારણે તે વ્યકિતના આરોગ્યને  નુકશાન  થાય છે.  ઓછી ઉંઘના કારણે માનસિક અને શારિરિક  મુશ્કેલીઓ ઉભી થાય છે.  જેમાં ડીપ્રેશન અને હ્ય્દય રોગનો  પણ  સમાવેશ થાય છે. નાડોર્ફ ના પ્રકાશીત થયેલા લેખમાં જણાવ્યુ છે કે ઘણીવાર દુઃસ્વપ્નોના કારણે આપઘાતના વિચારો આવે છે , જે આપઘાતના પ્રયત્નો કરવા તરફ દોરી જાય છે. (ટાઇમ હેલ્થમાંથી આભાર)

(3:18 pm IST)