દેશ-વિદેશ
News of Thursday, 14th December 2017

પશ્ચિમી કેનેડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા અનેક લોકો ઘાયલ

નવી દિલ્હી: કેનેડાના પશ્ચિમી પ્રાંત સૈસ્કેચેવાનમાં 25 લોકોને લઇ જઈ રહેલ એક વિમાન ઉડાન ભરવાના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, આ હાદસામાં ઘણા લોકો ઘાયલ થયા છે પરંતુ હજુ સુધી કોઈનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવામાં નથી આવી રહ્યું.રોયલ કેનેડાઇ માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે વેસ્ટ વિંડ એવિએશન ટીઆર-42 સ્થાનિક સમયાનુસાર સાંજે અંદાજે સવા છ વાગ્યે ફોડ-ડુ-લેક હવાઈ મથકથી અંદાજે એક કિલોમીટર દૂર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.ઘણા લોકોને ગંભીર ઇજા થવાના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(8:20 pm IST)