દેશ-વિદેશ
News of Thursday, 14th December 2017

ભૂમધ્ય સાગરમાં ફસાયેલ 113થી પણ વધુ પ્રવાસીઓને બચાવાયા

નવી દિલ્હી: ભૂમધ્ય સાગરના પશ્ચિમી છોર પર આવેલ અલ્બોરાના સાગરમાં ભટકેલ ત્રણ નાની-નાની હોડીઓમાંથી 113થી પણ વધુ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.એક સ્પેનિશ અધિકારીએ આ વાતની જાણકારી આપી છે અને સમુદ્રી સુરક્ષા એજન્સીએ વધુમાં જણાવ્યું કે ત્રણ હોડીઓને બચાવીને તેમાંથી 114 લોકોને બચાવવામાં આવ્યા છે જે પૈકી 16 મહિલાઓ હતી એક હોડી તો પાણીમાં અડધી ડૂબી ગયેલ હતી.

(8:19 pm IST)