દેશ-વિદેશ
News of Thursday, 14th December 2017

વધુ પડતું સનસ્ક્રીન થપેડશો તો ત્વચાનું કેન્સર થવાની સંભાવના વધી જશે

નવી દિલ્હી તા. ૧૪ : અતિ સર્વત્ર સજ્ર્યેત કોઇ પણ સારી ચીજ અતિ માત્રામાં ઠીક નથી. એવું જ સનસ્ક્રીનનું પણ છે. તડકામાં ફરવાનું થાય ત્યારે સનસ્ક્રીન લોશનનું પ્રોટેકશન આપવું જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું છે એનો યોગ્ય માત્રાનો ઉપયોગ. અમેરિકાની મિસોરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના રિસર્ચરોનો દાવો છે કે સન-પ્રોટેકશન માટેની ક્રિમમાં ઝિન્ક ઓકસાઇડ હોય છે જે શરીરના મૂળભૂત કોષો સાથે પ્રક્રિયા કરીને કેન્સર પેદા કરવા માટે જવાબદાર એવા ફ્રી રેડિકલ્સ પેદા કરી શકે છે. ઝિન્ક ઓકસાઇડ અને સુર્યપ્રકાશ બન્ને લાંબા સમય સુધી ત્વચા પર રહે તો એ અલ્ટ્રાવાયલેટ કિરણો અને આ કેમિકલ વચ્ચે પ્રક્રિયા થાય છે અને કેન્સરના એબ્નોર્મલ કોષો પેદા કરી શકે છે.ઘણા લકો વારાફરતી થોડીક-થોડીક વારે સનસ્ક્રીનની લેયર ત્વચા પર લગાવતા જ રહે છે.

સનસ્ક્રીન લગાવ્યા પછી ત્વચાને સંપૂર્ણ રીતે ચોખ્ખા પાણીથી સાફ કરવી પણ એટલી જ જરૂરી છ.ે

(4:10 pm IST)