દેશ-વિદેશ
News of Thursday, 14th December 2017

સામાજિક રીતે હળવા-ભળવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે પોકમોન ગો ગેમ મદદરૂપ થઇ શકે

મુંબઇ તા. ૧૪ :.. આ વર્ષની અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ પોકેમોન ગો ગેમ રમવાને કારણે કેટલાય એકિસડન્ટસ થયા હોવાનું નોંધાયું છે. જો કે કેટલાક હેલ્થ-બેનિફિટસ થયા હોવાનો દાવો પણ છે. તાજેતરમાં કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયાના નિષ્ણાતોનું કહેવું છે કે સામાજિક રીતે હળવા-ભળવાની બાબતમાં સ્ટ્રગલ અનુભવતા હોય એવા લોકો પોકેમોન ગો ગેમ રમીને સોસાયટીમાં લોકો સાથે ભળતા થઇ શકે છે. આ રમત રમતા ૧૮ થી ર૮ વર્ષની વયના ૧૦૧ લોકોનો સ્ટડી કરીને અભ્યાસકર્તાઓએ તારવ્યું હતું કે વીસ મીનીટ આ ગેમ નિયમિત રમનારા લોકોની પર્સનાલીટીમાં ફરક પડે છે અને સોશ્યલ એન્ગ્ઝાયટી ઘટે છે.

(10:01 am IST)